ANTEYSHTHI SAHAY FORM MARANOTTAR KRIYA SAHAY FORM અંત્યેષ્ઠી સહાય અરજી ફોર્મ મરણોત્તર ક્રિયા માટે સહાય અરજી ફોર્મ
ANTEYSHTHI SAHAY FORM MARANOTTAR KRIYA SAHAY FORM અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે મરણોત્તર ક્રિયા માટે અંત્યેષ્ઠી સહાય યોજના અન્વયે સહાય મેળવવાનુ અરજી ફોર્મ
ગ્રામીણ તથા શહેરી વિસ્તારના અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ ( બાંધકામ શ્રમયોગીઓ સિવાય) માટે મરણોત્તર ક્રિયા માટે સહાય (અંત્યેષ્ઠિ સહાય) આપવા માટેની યોજનાનો, વિભાગનો તા.૨૧/૧૦/૨૦૨૨ નો સુધારા ઠરાવ
Related : Gujarat Government Scheme Best 118
નાયબ સચિવશ્રી, શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગરના તા.૨૧/૧૦/ર૦રર ના સુધારા ઠરાવ ક્રમાંકઃ શ્રસય/૧૩૨૦૧૫/૧૯૪-પાર્ટ-૨/મ(૨) થી સુધારો કરવામાં આવેલ છે.
અસંગઠિત શ્રમયોગીઓ (બાંધકામ શ્રમયોગીઓ સિવાય) માટે મરણોત્તર ક્રિયા (અંત્યેષ્ઠિ) સહાય યોજના
રાજ્ય સરકાર હેઠળના ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ કરવામાં આવે છે.
યોજનાનું નામઃ
આ યોજના “અસંગઠિત શ્રમયોગીઓ (બાંધકામ શ્રમયોગીઓ સિવાય) માટે મરણોત્તર ક્રિયા ‘(અંત્યેષ્ઠિ) સહાય યોજના” તરીકે ઓળખાશે.
યોજનાનો ઉદ્દેશઃ
રાજ્યના તમામ અસંગહિત ક્ષેત્રના શ્રમયોગીઓના મૃત્યુના દુ:ખદ પ્રસંગે મૃતકના કોઈ એક વારસદારને પાર્થિવદેહની મરણોત્તર ક્રિયા (અંત્યેષ્ઠિ) માં સહાયભૂત થવા આર્થિક સહાય પૂરી પાડવાનો છે.
યોજનાનો અમલઃ
આ યોજના તા.૦૧/૦૪/૨૦૨૪થી અમલમાં આવશે. તેમજ ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગર દ્વારા સદર યોજનાનો અમલ કરવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યના તમામ ઇ-શ્રમ કાર્ડ ધારક અસંગઠિત શ્રમયોગીઓને (ઇ-નિર્માણ કાર્ડ ધારકો અને અનુસૂચિત જાતિના વ્યક્તિ સિવાય) મળવા પાત્ર રહેશે.
સહાયનું ધોરણઃ
અસંગઠિત શ્રમયોગીના મૃત્યુના દુ:ખદ પ્રસંગે આ ઠરાવના ફકરા-૮ માં જણાવેલ વારસદાર હોય તેવા અરજદારને આ યોજના હેઠળ રૂ. ૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દસ હજાર)ની આર્થિક સહાય મળવાપાત્ર થશે.
અરજી સાથે બિડાણે રાખવાના પુરાવાઃ
મૃતકના અરજદાર-વારસદારે આ ઠરાવના “પરિશિષ્ટ-૧” મુજબની નિયત નમૂનાની અરજી સાથે નીચે જણાવેલ દસ્તાવેજી પુરાવા જોડવાના રહેશે.
- ઇ-શ્રમ કાર્ડની નકલ
- રેશનકાર્ડ.
- જાતિના દાખલાની નકલ (અનુ. જનજાતિ/ બક્ષીપંચ/ અન્ય જાતિ)
- આ ઠરાવ સાથેના “પરિશિષ્ટ-૨” મુજબનું આવક અંગેનુ નિયત નમૂનાનું પ્રમાણપત્ર
- મરણના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
- આ ઠરાવ સાથેના “પરિશિષ્ટ-૩” મુજબની નાણાં મળ્યાની એડવાન્સ પહોંચ (રેવન્યુ સ્ટેમ્પ સાથે)
- બેંક પાસબુકની નકલ અથવા બેંક ખાતાનો રદ કરેલ કોરો ચેક
- “પરિશિષ્ટ-૪” મુજબ અન્ય જગ્યાએથી સહાય મેળવેલ નથી કે મેળવશે નહી તેવું નિયત નમૂનાનું બાંહેધરી પત્રક.
- ઉંમરનો પુરાવો: જન્મનો દાખલો/આધારકાર્ડની નકલ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
- ૬૧ થી ૭૦ વર્ષના મૃત્તક શ્રમયોગીઓના કિસ્સામાં અરજદારે અસંગઠિત શ્રમયોગી હોવા અંગેનું એફિડેવિટ રજુ કરવાથી ઇ-શ્રમ કાર્ડ રજુ કરવામાંથી મુક્તિ મળશે.
લાભાર્થીની પાત્રતાઃ
- મૃતક અસંગઠિત ક્ષેત્રના ઇ-શ્રમ કાર્ડ ધારક શ્રમયોગી હોવા જોઇએ.
- વારસદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- ની મર્યાદામાં હોવી જોઇએ. તે માટે “પરિશિષ્ટ-૨” મુજબનું આવકનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવાનું રહેશે.
- મૃતકની અવસાન સમયે ઉંમર ૧૬ થી ૭૦ વર્ષની મર્યાદામાં હોવી જોઇએ. તે ઉંમરનો પુરાવો અરજી સાથે રજુ કરવાનો રહેશે.
- મદદનીશ સરકારી શ્રમ અધિકારીની કચેરી અથવા સરકારી શ્રમ અધિકારીની કચેરી ખાતે આ યોજના હેઠળ સહાય મેળવવા “પરિશિષ્ટ-૧” મુજબની નિયત નમુનામાં જરૂરી બિડાણો સાથે અરજી રજુ કરવાની રહેશે.
અરજી કરવાની સમય મર્યાદાઃ
આ યોજના હેઠળ સહાય મેળવવા વારસદારે મૃતક અસંગઠિત શ્રમયોગીના અવસાનની તારીખથી ૩(ત્રણ) માસની સમય મર્યાદામાં પુરાવા સાથે રજુ કરવાની રહેશે.
શ્રમ આયુક્તશ્રીની કચેરી દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૪ના ઠરાવની જોગવાઈ ઠરાવથી અસંગઠિત શ્રમયોગીઓને મરણોત્તર ક્રિયા (અંત્યેષ્ઠિ) સહાયનો લાભ આપવા માટે ઈ-શ્રમ પોર્ટલમાં ફક્ત ૧૮ થી ૬૦ ની વય ધારકનું જ રજીસ્ટ્રેશન થતુ હોય ૬૧ થી ૭૦ ની વય ધારકા માટે આ યોજનાનો લાભ આપવા તેમજ આવકના દાખલા માટે સરકારે અધિકૃત કરેલ હોય તેવા અધિકારીઓ દ્વારા આપેલ આવકનું પ્રમાણપત્ર અરજદારે પરિશિષ્ટ-૨માં વિગતો સાથે રજૂ કરવાનું રહેશે.” (મામલતદાર/નગરપાલિકાના સક્ષમ સત્તાધિકારી/તલાટી આવકનું પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ ગણાશે.)
ANTEYSHTHI SAHAY FORM MARANOTTAR KRIYA SAHAY FORM નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.
New Form ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
Old Form ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
GR 21-10-2022 ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.