રેશનકાર્ડને લગતા તમામ ફોર્મ Ration Card Forms
Ration Card Forms અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ, ગુજરાત રાજ્ય તરફથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું ગરીબી રેખા નીચેના પરિવાર માટેનું કૌટુંબિક બારકોર્ડેડ રેશનકાર્ડ-રાશનકાર્ડ આપવામાં આવે છે.
જેનો ઉપયોગ વ્યાજબી ભાવની દુકાનેથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટે કરવામાં આવે છે.
રેશનકાર્ડનો ઉપયોગ બેંક તથા ઘણી જગ્યાએ રહેઠાણ-સરનામાંના પુરાવા તરીકે પણ માન્ય રાખવામાં આવે છે.
આ સિવાય પણ રેશનકાર્ડનો ઉપયોગ સરકારશ્રીની વિવિધ યોજનાઓની સહાય-લાભ મેળળવા તેમજ વિવિધ પ્રકારના દાખલા-પ્રમાણપત્રો મેળળવા કરવામાં આવે છે.
જેથી કરીને આપના રેશનકાર્ડમાં,
બાળકના જન્મ બાદ નામ ઉમેરવા.
પરિવારના કોઈ પણ સભ્યના અવસાન બાદ નામ કમી કરવા.
લગ્ન થવાથી સ્થળ ફેરફાર કરાવવા.
આ સબંધે વિવિધ ફોર્મની જરૂરિયાત ઉપસ્થિત થાય છે.
- રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેનું ફોર્મ.
- રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટેનું ફોર્મ.
- રેશનકાર્ડમાં સુધારો કરવા માટેનું ફોર્મ.
- રેશનકાર્ડ વિભાજન કરવા માટેનું ફોર્મ.
જેમ કે,
- નવા બારકોર્ડેડ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ નમુનો-૨ – Application Form for Obtaining New Barcoded Ration Card
- ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ નમુનો નં.-૩ – Application Form for Addition of Name in Current Family Ration Card
- ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ નમુના નં.-૪ – Application Form for Deletion of Name from Existing Family Ration Card
- નવા બારકોર્ડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ નમુનો-૫ – Application Form for Obtaining New Barcoded Ration Card from Division
- નવા બારકોર્ડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત નમુનો-૬ – Form for amendment of new barcoded ration card
- ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનું ફોર્મ નમુના નં-૯ – Form for obtaining Duplicate Ration Card
- નવીન રેશનીંગકાર્ડ મેળવવા માંગણી – Demand to get new ration card
આ પ્રકારના વિવિધ ફોર્મ એક જ જગ્યાએ મળી રહે અને નાગરિકોને સરળતા રહે તે હેતુથી અમોએ તમામ ફોર્મ આ સાથે ઉપલબ્ધ કરાવેલ છે.
નોંધ :
સમયાંતરે સરકારશ્રી તરફથી ફોર્મમાં કે યોજનાઓમાં સુધારા-વધારા કરવામાં આવતા હોય છે જેથી તેના માટે સબંધિત કચેરી-વિભાગનો સંપર્ક કરવા વિનંતી છે.
નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.
Ration Card Forms ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.