What is F&O Trading, What is Future and Option Trading, Stock Market Trading, Share Market

What is F&O Trading
- F&O ટ્રેડીંગ શું છે?
- ફ્યુચર્સ અને ઓપ્શન્સને સમજો.
- ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ.
- ઓપ્શન કોન્ટ્રેક્ટ્સ.
- F&O ટ્રેડીંગ કેવી રીતે કામ કરે છે?
F&O ટ્રેડીંગ શું છે?
F&O ટ્રેડીંગ એ ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડીંગને રેફર કરે છે જે ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જેની વેલ્યુ સ્ટોક્સ, ઇન્ડેક્સ અથવા કોમોડિટીઝમાંથી લેવામાં આવે છે.
સરળ ભાષામાં સમજીએ:
જેમાં કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડ કરવામાં આવે છે.
જે વાસ્તવિક કિંમતોને આધારિત હોય છે
કોન્ટ્રેક્ટ્સની એક ચોક્કસ Expiry તારીખ હોય છે
આ જ કારણ છે કે F&O ટ્રેડીંગ ઘણીવાર શેરની ડિલિવરી કરતાં કોન્ટ્રેક્ટ્સ, માર્જિન અને Expiry ઉપર વધારે ફોકસ કરે છે.
F&O ટ્રેડીંગ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) અને BSE (બોમ્બે સ્ટોક એક્સચેન્જ) જેવા એક્સચેન્જો પર સેબીના નિયમો આધારે થાય છે.
ફ્યુચર્સ અને ઓપ્શન્સને સમજો:
F&O ટ્રેડીંગને સમજવા માટે ફ્યુચર્સ અને ઓપ્શન્સ કેવી રીતે અલગ છે તે સમજવું જરૂરી છે.
ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ
Futures Contract એ ભવિષ્યની તારીખના ભાવે કોન્ટ્રેક્ટ્સ Buy કરવા અથવા Sell કરવાનો એગ્રીમેન્ટ છે. Buyer અને Seller બંને Expiry સમયે એગ્રીમેન્ટનું પાલન કરવા માટે બંધાયેલા છે.
ફ્યુચર્સનો ઉપયોગ:
- ચોકકસ દિશામાં Position લેવા માટે.
- હાલના ઇન્વેસ્ટમેન્ટને Hedge કરવા.
- ટૂંક સમયનું ટ્રેડીંગ માટેની Strategy.
Option Contracts:
ઓપ્શન Buyer ને ચોક્કસ ભાવે Expiry તારીખ પહેલાં Buy કરવા અથવા Sell કરવાના અધિકાર આપે છે.
બે પ્રકારના Options છે:
- Call Option: Buy કરવાનો અધિકાર
- Put Option: Sell કરવાનો અધિકાર
આ એક મુખ્ય કારણ છે કે જેના કારણે મોટા ભાગના ટ્રેડરોને તેમની શેર બજારમાં ટ્રેડીંગ યાત્રા શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
F&O ટ્રેડીંગ કેવી રીતે કામ કરે છે?
- ચોક્કસ Stock અથવા Index પસંદ કરો.
- ચોક્કસ Expiry તારીખ સાથે Future અથવા Option Contract ની પસંદગી કરો.
- Future માટે Margin અથવા Options માટે પ્રીમિયમ.
- અંદાજીત Price Movementના આધારે Position લેવી.
- જાતે જ Exit થવું, ઓટોમેટિક Square Off થયી જાય અથવા contract પૂરો થવાની રાહ જોવી.
F&O ટ્રેડીંગ એ Case Market થી બિલકુલ અલગ છે તેમાં રોજે-રોજ નફો અને નુકસાન થાય છે.
F&O ટ્રેડીંગનું ઉદાહરણ:
એક Stock અત્યારે ૫૦૦૦ ના ભાવ ઉપર ચાલી રહ્યો છે તો તમે ભાવ વધવાની આશા રાખો છો.
તેના માટે તમે ૫૦૦૦ ઉપર ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ ખરીદો છો તેની કિંમત ૫૧૦૦ ઉપર જાય છે તો તમને દરેક શેર માટે ૧૦૦ નો ફાયદો થાય. (Lot Size અથવા ચોકસ સંખ્યાને આધીન, હાલમાં નિફ્ટી માટે ૬૫ )
જો તેની કિંમત ઘટે તો:
૫૦૦૦ ના ભાવ ઉપર થી ૪૯૦૦ જાય તો તમને દરેક શેર માટે ૧૦૦ નું નુકશાન થાય.
તમારા ઉપલબ્ધ ફંડમાંથી નુકસાનની રકમને કાપવામાં આવે છે.
આ જ મુખ્ય કારણ છે કે જે F&O ટ્રેડીંગમાં Trader ને કોઈ પણ Stock માં લોંગ ટર્મ Investment કર્યા વગર ફક્ત ભાવની વધ-ઘટથી Profit કમાવી શકાય છે.
Traders F&O ટ્રેડીંગનો ઉપયોગ કેમ કરે છે?
- નુકશાન થયેલ પોર્ટફોલિયોને Hedge ધ્વારા સેટ કરવા માટે.
- Case Market તુલનામાં ઓછી મૂડીથી ટ્રેડ કરી શકાય છે.
- Market ઉપર જાય કે નીચે જાય બંને બાજુ Profit મેળવી શકાય છે.
- ટૂંક સમયમાં જ ફાયદાકારક હોવાથી.
જોકે, ઊંચા લેવરેજનો મતલબ જોખમ પણ મોટું હોય છે જેથી પહેલા અમુક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ જેથી મોટા નુકશાનથી બચી શકાય.
F&O ટ્રેડિંગ શરૂ કરતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- Fund-માર્જીનની જરૂરિયાત સમજવી.
- Open પોઝિશન્સ અને Risk ને ટ્રેક કરતા રહેવું.
એ પણ ધ્યાનમાં રાખવું કે મૂડી કરતા નુકશાન વધી શકે છે. - Expiry તારીખને હમેશા યાદ રાખવી, સમય જતાં Option ના ભાવ ઘટે છે. જો કિંમત યથાવત રહે તો પણ, Expiry સમયે ભાવ શૂન્ય થઈ શકે છે
- F&O ટ્રેડીંગમાં Discipline, Planning અને Contract કેવી રીતે કામ કરે છે તેની સમજ હોવી જરૂરી છે.
F&O ટ્રેડર્સ માટે સુચના :
જો તમે F&O ટ્રેડીંગ શરુ કરવાનું વિચારી રહ્યા હોય તે માટે સૌ પ્રથમ તે માટેની પ્રેક્ટીસ અને અભ્યાસ કરવો ખુબ જ જરૂરી છે.
Demat Account Opening Link:
https://sahitrade.page.link/referral
What is F&O Trading, What is Future and Option Trading, Stock Market Trading, Share Market આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને અવશ્ય શેર કરશો .
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.
