APR SUBMISSION PROCESS IN SATHI PORTAL એ.પી.આર સબમિટ કરવાની પ્રક્રિયા સાથી પોર્ટલમાં
APR SUBMISSION PROCESS IN SATHI PORTAL સરકારશ્રીના વર્ગ-૧ અને ૨ ના અધિકારીશ્રીઓએ દર વર્ષે APR(Annual Property Return) એટલે કે વાર્ષિક સ્થાવર-જંગમ મિલકતોની વિગતો સરકારશ્રીના સાથી પોર્ટલ ઉપર સબમિટ કરવાની હોય છે.
સાથી પોર્ટલ ઉપર APR SUBMISSION કરવા માટે ફક્ત ગુજરાત સરકારશ્રીની સરકારી કચેરીમાં ઉપયોગ કરવામાં આવતા GSWAN (Gujarat State Wide Area Network) કનેક્શનનો જ ઉપયોગ કરવાનો રહેશે.
(કોઈ પણ પ્રાઈવેટ નેટવર્ક જેવા કે WIFI, Broadband કે અન્ય જગ્યાએથી સાથી પોર્ટલ એક્સેસ કરી શકાશે નહિ)
એ.પી.આર સબમિટ કરવા માટે સાથી પોર્ટલમાં નીચે મુજબની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે.
Step: 1
સૌ પ્રથમ GSWAN ની વેબસાઈટ https://www.gswan.gujarat.gov.in ઉપર જવું.
Step: 2
GSWAN ઉપર નીચેની બાજુએ Software Applications on GSWAN માં પાંચમાં નંબર ઉપર અંગ્રેજીમાં SATHI લખેલું જોવા મળશે તેની ઉપર ક્લિક કરવું અથવા તો https://www.sathi.gujarat.gov.in/irj/portal ઉપર જવાનું રહેશે.
Step: 2
હવે આપણને આપવામાં આવેલ યુઝર-પાસવર્ડથી લોગીન કરવું.
Step: 3
લોગીન થયા બાદ ઉપરની બાજુએ ESS -> મેનુમાં -> Personal Information Tools -> My Services -> Annual Property Return Submission ઉપર જવું.
Step: 4
ત્યાર બાદ APR નું ફોર્મ ખુલશે તેમાં જો પહેલા કોઈ એ.પી.આર સબમિટ કરેલ હશે તો વિગતો જોઈ શકાશે અન્યથા New Immovable Property Acquisition ઉપર ક્લિક કરવાથી નવી વિગતો દાખલ કરી શકાશે તેમાં નીચેની બાજુએ Movable Property Acquisition વિગતો પણ સબમિટ કરી શકાશે.
Any Query Contact here official Details :
APR SUBMISSION PROCESS IN SATHI PORTAL
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર અવશ્ય શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.