IFMS Increment આઈ.એફ.એમ.એસ ઉપર ઓનલાઈન વાર્ષિક ઇજાફો છોડવા માટેની પ્રક્રિયા Procedure for release of Annual Increment in IFMS
IFMS Increment ઇજાફો એટલે કે દર વર્ષે એકવાર કર્મચારીઓને તેમના મૂળ પગારમાં ૩ ટકાનો વધારો તથા છઠા પગારપંચ વખતે બેઝીક તથા ગ્રેડ-પેના સરવાળા કે મૂળપગારના ૩ ટકા રકમ જુલાઈ માસમાં બેઝીકમાં ઉમેરવામાં આવે છે.
૧ જાન્યુઆરી-૨૦૨૬ થી સાતમું પગારપંચ અમલમાં છે જેથી સાતમાં પગારપંચ મુજબ પગારના ૩ ટકા વધારો મળે છે તથા કાયમી નિમણુક મળ્યા બાદ ૬ માસનો સમય પૂરો થયા પછી જ ઇજાફો મળવાપાત્ર છે.
સાતમાં પગાર પંચ મુજબ ઇજાફાની બે તારીખો નક્કી કરવામાં આવી છે તે મુજબ વાર્ષિક ઇજાફો ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈ માસમાં છોડવામાં આવે છે.
બઢતી, ઉચ્ચતર પગારધોરણ તથા નવી નિમણુક મળતા વર્ષમાં ૧ વાર ઇજાફો મળે છે.
વધુમાં જે પણ કર્મચારીઓની નિમણુક તારીખ ૨ જાન્યુઆરીથી ૧ જુલાઈ હોય તો તેમની ઇજાફાની તારીખ ૧ જાન્યુઆરી આવશે.
અને જો કર્મચારીઓની નિમણુક તારીખ ૨ જુલાઈ થી ૧ જાન્યુઆરી હોય તો તેમની ઇજાફાની તારીખ ૧ જુલાઈ આવશે.
નોશનલ ઇજાફો એટલે બઢતી કે ઉચ્ચતર સમયે કર્મચારીને એક કાલ્પનિક ઇજાફો આપ્યા બાદ બઢતી કે ઉચ્ચતરમાં સમાવેશ કરવામાં આવે છે.
રાજ્યના કર્મચારીઓને છઠા પગાર પંચના પગારના ૧૦ ટકા ઘરભાડું મળે છે. છઠા પગાર પંચમાં ઇજાફાની એક જ તારીખ ૧ જુલાઈ હતી જેના કારણે ૧ જુલાઈ ના રોજ જે પગાર હોય તેના ૧૦ ટકા ઘરભાડું મળે છે. જેના કારણે જાન્યુઆરી માસમાં ઇજાફો મેળવતા કર્મચારીઓને ઘરભાડું જુલાઈ માસમાં મળવાપાત્ર છે.
Related : Top 103 Emergency Helpline Number Contact Number List
આઈએફએમએસ ગુજરાત સરકારશ્રી નાણા વિભાગ દ્વારા સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓના પગારને લગતા વિવિધ કામો માટે બનાવવામાં આવેલ કે જેનું સંચાલન ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લીમીટેડ(Tata Consultancy Services Limited) દ્વારા કરવામાં આવે છે.
જેમાં દર વર્ષે સરકારશ્રી દ્વારા સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓના પગાર માટે વાર્ષિક ઇજાફો છોડવાની પ્રક્રિયા કરવાની રહે છે.
Step : 1
આઈ.એફ.એમ.એસ ઉપર ઓનલાઈન વાર્ષિક ઇજાફો છોડવા માટે સૌ પ્રથમ ઈન્ટિગ્રેટેડ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ(આઈએફએમએસ) વેબસાઈટ http://10.10.102.164/IFMS/login.jsp ઉપર જઈને લોગીન કરવાનું રહેશે.
Step: 2
IFMS માં લોગીન કર્યા બાદ Worklist મેનુ માં જઈને Case જે જગ્યાએ હોય તે જગ્યાએ દા.ત : Approved Case, Forwarded Case, Saved Case વિગેરે લાગુ પડતું હોય તેમાં જઈને કેસ શોધવાનો રહેશે તેના માટે Employee Name, GPF Number, Case Number ગમે તે એક દ્વારા જેતે કર્મચારીનો કેસ શોધી શકાશે.
Step: 3
ત્યાર બાદ કર્મચારીની વિગતો જોવા મળશે જેવી કે Case No., Employee Name, GPF No., Event, 7th Pay Fixation, 7th Pay Event, PPO No. વિગેરે જોવા મળશે.
જેમાંથી Event ઉપર ક્લિક કરવું ત્યાર બાદ નીચે મુજબ સ્ક્રીન ખુલશે.
જેમાં જો કોઈ ઇવેન્ટ હોય તો વર્ષ પસંદ કરી YES ઉપર ક્લિક કરવું અને ઇવેન્ટની વિગતો ઉમેરવી ઉચ્ચતર, બઢતી વિગેરે તેની તારીખ, સ્કેલ, ઓપ્શન વિગેરે ભરીને સેવ ઉપર કરવું.
અન્યથા No ઉપર ક્લિક કરી Save ઉપર ક્લિક કરી દેવું. હવે તમને Saved Successfully લખેલું જોવા મળશે.
Step: 4
હવે ફરીથી તમો મુખ્ય સ્ક્રીન ઉપર આવી જશો તેમાં તમોને કર્મચારીની વિગતો જોવા મળશે, જેમાં સૌથી નીચેની બાજુએ Increment Order લખેલું જોવા મળશે તેની ઉપર ક્લિક કરવું.
જેની પ્રિન્ટ કાઢી લેવી.
આભાર !
IFMS Increment આઈ.એફ.એમ.એસ ગુજરાત I.F.M.S ને લગતી ઉપયોગી માહિતી :
To check Pension Case and HBA/MCA Account Status:
Login with User Name – dppf
password – ifms123
HelpDesk Numbers:
079-23257325, 079-23257326
For IFMS (Treasury, Online Bill Processing, Pay Fixation, LF, PVU) specific Issues.
E-mail Address:
supt-sys-dat@gujarat.gov.in
Deployment:
Routine patch deployment will happen from 8:30 PM to 9:30 PM and system will not be available during patch deployment.
IFMS Gujarat Service Desk:
For Hardware & OS related issues: Contact us on 079-23257324 with below information: Name, Contact No., Office Name & Location, Make & Model (if known), Serial Number of the system & Problem detail.
Please cooperate with Service desk Coordinators to resolve issues remotely with the tips provided by them.
Integrated Financial Management System(IFMS) આઈએફએમએસ ઇન્ક્રીમેન્ટ
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.