GPDP Gram Panchayat Development Plan Portal

GPDP Gram Panchayat Development Plan Portal Online Data Entry Tutorials

Gram Panchayat Development Plan Campaign – Sabki Yojana Sabka Vikas, GPDP(Gram Panchayat Development Plan)

Ministry of Panchayati Raj(MoPR) Government of India –  पंचायती राज मंत्रालय, भारत सरकार

 

પંચાયતોને તેમની પાસે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે પંચાયત વિકાસ યોજના (PDP) તૈયાર કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

પીડીપી આયોજન પ્રક્રિયા વ્યાપક અને સહભાગી પ્રક્રિયા પર આધારિત હોવી જોઈએ જેમાં બંધારણની અગિયારમી અનુસૂચિમાં સૂચિબદ્ધ 29 વિષયો સંબંધિત તમામ સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/લાઈન ડીપાર્ટમેન્ટની યોજનાઓ સાથે સંપૂર્ણ સંકલનનો સમાવેશ થાય છે.

ગ્રામીણ ભારતના પરિવર્તન માટે રાષ્ટ્રીય મહત્વના વિષયો પર મુખ્ય યોજનાઓના અસરકારક અને કાર્યક્ષમ અમલીકરણમાં પંચાયતોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

2019-20 માટે GPDP તૈયાર કરવા માટે પીપલ્સ પ્લાન ઝુંબેશ 2જી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર, 2018 સુધી શરૂ થશે.

“સબકી યોજના સબકા વિકાસ” હેઠળ શરૂ કરવામાં આવેલ ઝુંબેશ પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs) અને રાજ્યના સંબંધિત લાઈન ડીપાર્ટમેન્ટ વચ્ચે સંકલન દ્વારા ગ્રામસભામાં આયોજન માટે એક સઘન અને માળખાગત કવાયત હશે.

પંચાયતી રાજ મંત્રાલય એ ભારત સરકારની એક શાખા છે જે રાજ્યોમાં વિકેન્દ્રીકરણ અને સ્થાનિક શાસનની ચાલી રહેલી પ્રક્રિયાનું ધ્યાન રાખે છે.

ફેડરેશનમાં સરકારની સત્તાઓ અને કાર્યો બે સરકારોમાં વહેંચાયેલા છે. ભારતમાં તે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો છે.

જો કે ભારતના બંધારણના 73મા અને 74મા સુધારાના અધિનિયમના પસાર થવાથી 1993માં સત્તાઓ અને કાર્યોનું વિભાજન સ્થાનિક સ્વરાજ્યની સરકારો (ગ્રામ્ય સ્તરે પંચાયતો અને નગરો અને મોટા શહેરોમાં નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનો)ને વધુ નીચે કરવામાં આવ્યું છે.

આ રીતે ભારત પાસે હવે તેના ફેડરલ સેટઅપમાં બે નહીં પરંતુ ત્રણ સ્તરની સરકારો છે.

પંચાયતી રાજ મંત્રાલય પંચાયતી રાજ અને પંચાયતી રાજ સંસ્થાઓને લગતી તમામ બાબતોનું ધ્યાન રાખે છે.

તે મે-2004 માં બનાવવામાં આવ્યું હતું. મંત્રાલયનું નેતૃત્વ કેબિનેટ રેન્કના મંત્રી કરે છે. મંત્રાલય હવે શ્રી ગિરિરાજ સિંહના નેતૃત્વમાં છે.

GPDP Gram Panchayat Development Plan Portal

Vision

પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs) દ્વારા વિકેન્દ્રિત અને સહભાગી સ્થાનિક સ્વરાજ્ય પ્રાપ્ત કરવા.

Mission

સામાજિક ન્યાય સાથે સર્વસમાવેશક વિકાસ અને સેવાઓની કાર્યક્ષમ સુનિશ્ચિત કરવા પંચાયતી રાજ સંસ્થાઓની સશક્તિકરણ, સક્ષમતા અને જવાબદારી.

  • Facilitator – ફેસિલિટેટર ઉમેરવા માટેની પ્રક્રિયા:
  • FrontLine Worker(Line Department Nodal Officers) – ફ્રન્ટલાઈન વર્કર ઉમેરવા માટેની પ્રક્રિયા:
  • SCHEDULE SABHA – શિડયુલ સભા(તારીખ) ઉમેરવા માટેની પ્રક્રિયા:
  • Facilitator Feedback, Sabha Images,Public Information Board (PIB) ઉમેરવા માટેની પ્રક્રિયા:

 

  1. GPDP Facilitator – ફેસિલિટેટર ઉમેરવા માટેની પ્રક્રિયા:

Step: 1

સૌ પ્રથમ https://gpdp.nic.in/ વેબસાઈટ ઉપર જઈ આપને આપવામાં આવેલ યુઝર-પાસવર્ડ એન્ટર કરી લોગીન કરવું,

GPDP Gram Panchayat Development Plan Portal

Step: 2

લોગીન થયા બાદ ડાબી બાજુએ ઘણા ઓપ્શન જોવા મળશે તેમાંથી Facilitator Management ઉપર ક્લિક કરવું, જો પહેલા કોઈ એન્ટ્રી કરેલ હશે તો તેની વિગતો જોવા મળશે.(એક્ટીવ હશે તો લીલા કલરમાં નામ દેખાશે અને એક્ટીવ નહિ હોય તો લાલ કલરમાં નામ દેખાશે, એક્ટીવ કરવું જરૂરી છે.

Step: 3

નવા Facilitator ની એન્ટ્રી કરવા માટે Add Facilitator ઉપર કરવું.(જેતે ગ્રામ પંચાયતના VCE અથવા ત.ક.મંત્રી ની વિગતો)

Step: 4

હવે તમને બે ઓપ્શન જોવા મળશે 1.Intermediate Panchayat(તાલુકા કક્ષા) 2.Village Panchayat(ગ્રામ્ય કક્ષા) પસંદ કરવું હવે તમારી Block Panchayat પસંદ કરવી.

Step: 5

ત્યાર બાદ આપને Map Entity With Facilitator માં જેટલી પણ પંચાયત સિલેક્ટ કરવી હોય તે કરી શકાય છે એક અથવા એક કરતા વધારે પણ, User Name(નામ લખવું) Designation(હોદ્દો લખવો), Email Id(ફરજીયાત નથી) Mobile No(મોબાઈલ નંબર) જેવી વિગતો એન્ટર કરી Save ઉપર ક્લિક કરી દેવું.

GPDP Gram Panchayat Development Plan Portal

  1. GPDP FrontLine Worker(Line Department Nodal Officers) – ફ્રન્ટલાઈન વર્કર ઉમેરવા માટેની પ્રક્રિયા:

Step: 1

સૌ પ્રથમ https://gpdp.nic.in/ વેબસાઈટ ઉપર જઈ આપને આપવામાં આવેલ યુઝર-પાસવર્ડ એન્ટર કરી લોગીન કરવું,

Step: 2

લોગીન થયા બાદ ડાબી બાજુએ ઘણા ઓપ્શન જોવા મળશે તેમાંથી FrontLine Worker ઉપર ક્લિક કરવું, જો પહેલા કોઈ એન્ટ્રી કરેલ હશે તો તેની વિગતો જોવા મળશે.(એક્ટીવ હશે તો ચોકડીની નિશાની દેખાશે અને એક્ટીવ નહિ હોય તો ખરાની નિશાની દેખાશે, એક્ટીવ કરવું જરૂરી છે.

Step: 3

નવા FrontLine Worker ની એન્ટ્રી કરવા માટે Create FrontLine Worker ઉપર કરવું.

Step: 4

હવે તમને ત્રણ ઓપ્શન જોવા મળશે 1. Department Name 2. Frontlne worker for – Intermediate Panchayat/Village Panchayat 3. Block Panchayat લાગુ પડતું હોય તે પસંદ કરવુ.

Step: 5

ત્યાર બાદ આપને Map Entity With Facilitator માં જેટલી પણ પંચાયત સિલેક્ટ કરવી હોય તે કરી શકાય છે એક અથવા એક કરતા વધારે પણ, User Name(નામ લખવું) Designation(હોદ્દો લખવો), Email Id(ફરજીયાત નથી) Mobile No(મોબાઈલ નંબર) જેવી વિગતો એન્ટર કરી Save ઉપર ક્લિક કરી દેવું.

GPDP Gram Panchayat Development Plan Portal

  1. GPDP SCHEDULE SABHA – શિડયુલ સભા(તારીખ) ઉમેરવા માટેની પ્રક્રિયા:

Step: 1

સૌ પ્રથમ https://gpdp.nic.in/ વેબસાઈટ ઉપર જઈ આપને આપવામાં આવેલ યુઝર-પાસવર્ડ એન્ટર કરી લોગીન કરવું,

Step: 2

લોગીન થયા બાદ ડાબી બાજુએ ઘણા ઓપ્શન જોવા મળશે તેમાંથી SCHEDULE SABHA ઉપર ક્લિક કરવું, જો પહેલા કોઈ એન્ટ્રી કરેલ હશે તો તેની વિગતો જોવા મળશે.(તેમાં જમણી બાજુએ ત્રણ ઓપ્શન જોવા મળશે View(વિગતો જોવા માટે), Update(સુધારો કરવા માટે), Freeze(લોક કરવા માટે) Freeze કરવું જરૂરી છે.

Step: 3

નવા SCHEDULE SABHA ની એન્ટ્રી કરવા માટે Create SCHEDULE ઉપર કરવું.

GPDP Gram Panchayat Development Plan Portal

Step: 4

નીચે મુજબની વિગતો ઉમેરવી.

1.Schedule Sabha ForIntermediate Panchayat/Village Panchayat 3. Block Panchayat લાગુ પડતું હોય તે પસંદ કરવુ.
2.Gram Panchayat Nameપસંદ કરવુ.
3.Sabha Schedule Dateપસંદ કરવુ.
4.Facilitatorપસંદ કરવુ.
5.Official Representative Nameગ્રામ પંચાયતનું નામ પસંદ કરવાથી ઓટોમેટીક આવી જશે.
6.Official Representative Mobileગ્રામ પંચાયતનું નામ પસંદ કરવાથી ઓટોમેટીક આવી જશે.
7.Is Elected Representative details are available?ગ્રામ પંચાયતનું નામ પસંદ કરવાથી ઓટોમેટીક આવી જશે.
8.Elected Representative Nameગ્રામ પંચાયતનું નામ પસંદ કરવાથી ઓટોમેટીક આવી જશે.
9.Elected Representative Mobileગ્રામ પંચાયતનું નામ પસંદ કરવાથી ઓટોમેટીક આવી જશે.
10.Panchayat Addressગ્રામ પંચાયતનું સરનામું લખવું.
11.Panchayat Pincodeપીનકોડ એન્ટર કરવો.
12.હવે નીચેની બાજુએ Select માં ટીકમાર્ક કરવું Department Name(વિભાગ પસંદ કરવો)Front Line Worker(નામ પસંદ કરવું.)

દરેક એન્ટ્રીમાં કોઈ પણ ૫(પાંચ) વિભાગ અને નામો પસંદ કરવા ફરજીયાત છે ત્યાર બાદ Save ઉપર ક્લિક કરી દેવું.

ઉપરની તમામ પ્રક્રિયાઓ તાલુકાના યુઝર અને પાસવર્ડથી થશે.

 

ઉપર દર્શાવેલ તમામ કામગીરી તાલુકા કક્ષાએથી કરવાની થાય છે અને  નીચે દર્શાવેલ મુદ્દા નંબર-૪ ની કામગીરી ગ્રામ્ય કક્ષાએથી કરવાની થાય છે.

 

  1. GPDP Facilitator Feedback, Sabha Images, Public Information Board (PIB) ઉમેરવા માટેની પ્રક્રિયા: ( આ તમામ પ્રક્રિયા ગ્રામ પંચાયત કક્ષાએ કરવાની થાય છે.

આ પ્રક્રિયા Facilitator(જેતે ગ્રામ પંચાયતના VCE અથવા ત.ક.મંત્રી) ના યુઝર અને પાસવર્ડથી થશે.

 

ફોનમાં એન્ડ્રોઈડ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરી જેતે ગ્રામ પંચાયતના VCE અથવા ત.ક.મંત્રી Facilitator Feedback GPDP ગ્રામસભાના દિવસે જ ભરવાનો રહેશે.

 

Download GPDP Android Application in Your Phone here: GPDP Facilitator Report

 

પ્રથમ વાર લોગીન કરતા સમયે https://gpdp.nic.in/ વેબસાઈટ ઉપર જઈ Forgot Password ઉપર ક્લિક કરવું અને મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરવો અને get otp ઉપર કિલક કરવાથી જેતે Facilitator ના મોબાઈલ ઉપર એક ઓ.ટી.પી કોડ જશે, જે મેળવી એન્ટર કરી નવો પાસવર્ડ બનાવી દેવો અને ત્યાર બાદ ફરીથી લોગીન કરવું,

 

Facilitator Feedback નો નમુનો આ સાથે આપેલ છે જે ડાઉનલોડ કરી શકો છો.

Facilator feedback form GPDP

 

Step:

Facilitator Feedback ઉપર કિલક કરવાથી એક ફોર્મ ખુલશે તેની માહિતી જેતે પંચાયત પાસે અગાઉથી મેળવી લેવી અને ત્યાર બાદ માગ્યા મુજબની વિગતોની એન્ટ્રી કરવી.

GPDP Gram Panchayat Development Plan Portal

જેવી કે,

હાજર સંખ્યા, એસ.સી, એસ.ટી, SHG ના સભ્યો.

અલગ અલગ ફોટો પણ અપલોડ કરવા પડશે.( ગ્રામસભાનો ફોટો- PIB બોર્ડનો ફોટો અને સરપંચનો ફોટો)

 

વધુ માહિતી માટે આપની વડી કચેરીનો સંપર્ક કરવો.

 

Contact us email :  Gpdp.mopr@nic.in

Web Information Manager: Shri Alok Prem Nagar(Joint Secretary)  Ap.nagar@gov.in

More about GPDP Information click here

આ માહિતી મદદરૂપ થવા માટે બનાવેલ છે, સમયે સમયે સરકારશ્રી દ્વારા ઓનલાઈન સુધારા આવતા રહે છે જે ધ્યાનમાં લેવું.

* આભાર *

GPDP Gram Panchayat Development Plan Portal Online Data Entry Tutorials આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર અવશ્ય શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.