Create your ABHA card yourself in just 5 minutes ફક્ત 5 મિનિટમાં તમારું આભા કાર્ડ જાતે બનાવો
What is Abha Card? આભા કાર્ડ શું છે ?
Create your ABHA card ABHA નંબર એ 14 અંકનો નંબર છે જે તમને ભારતના ડિજિટલ હેલ્થકેર ઇકોસિસ્ટમમાં એક સહભાગી તરીકે અનન્ય રીતે ઓળખશે. ABHA (Ayushman Bharat Health Account)
What is ABHA card benefits? આભા કાર્ડના ફાયદા શું છે?
સમગ્ર દેશમાં આરોગ્યસંભાળ પ્રદાતાઓ દ્વારા સ્વીકારવામાં આવશે. PHR (પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ), હેલ્થ ડેટા શેરિંગ માટે ઉપયોગમાં આવશે. ABHA ID માં સમગ્ર તબીબી ઇતિહાસ, પરામર્શ વિગતો અને પ્રિસ્ક્રિપ્શનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે તબીબી રેકોર્ડની સુરક્ષિત અને સરળ ઍક્સેસ પ્રદાન કરે છે અને સચોટ માહિતી સાથે વન-સ્ટોપ રીપોઝીટરી તરીકે કાર્ય કરે છે. આરોગ્ય વીમા યોજનાઓ સહિત વિવિધ આરોગ્યસંભાળ લાભો સાથે જોડાયેલ છે.
આભા કાર્ડ ઓનલાઈન બનાવવા માટેની નીચે મુજબની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે
સ્ટેપ -૧ સૌ પ્રથમ https://abdm.gov.in/ વેબસાઈટ ઉપર જવું.
સ્ટેપ -૨ ત્યાર બાદ Cread ABHA Number ઉપર ક્લિક કરવું.
સ્ટેપ -૩ હવે તમને બે ઓપ્શન જોવા મળશે (૧) આધારનો ઉપયોગ કરીને તમારો આભા નંબર બનાવો અને (૨) ડ્રાઇવિંગ લાયસન્સનો ઉપયોગ કરીને તમારો આભા નંબર બનાવો.
સ્ટેપ -૪ આપ આધારનો ઉપયોગ કરી આભા કાર્ડ બનાવવાનો ઓપ્શન પસંદ કરો.
Read Also : How to open an account in NPS Vatsalya Yojana, which documents to attach? How much return?
સ્ટેપ -૫ ત્યાર બાદ આપનો આધાર કાર્ડ નંબર એન્ટર કરવો અને I Agree ઉપર ટીક કરવું તથા NEXT ઉપર કિલક કરવું.
સ્ટેપ -૬ હવે આપના આધાર સાથે લીંક મોબાઈલ ઉપર એક OTP કોડ આવશે તે એન્ટર કરવો અને નીચેના બોક્ષમાં આપનો મોબાઇલ નંબર એન્ટર કરવો ત્યાર બાદ NEXT ઉપર કિલક કરવું.
સ્ટેપ -૭ જો તમારું આભા કાર્ડ પહેલા બની ગયેલ હશે તો ABHA Acccount Exist એવું બતાવશે(એવું બતાવે તો View Profile ઉપર ક્લિક કરવું.
હવે આપ આપનું આભા કાર્ડ જોઈ શકો છો તથા PDF ડાઉનલોડ કરી શકો છો તેમજ પ્રિન્ટ(કોપી) પણ કાઢી શકો છો.
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.