How to Apply for PANCARD Instant PanCard and Physical PanCard Online – પાનકાર્ડ માટે ઑનલાઇન અરજી કેવી રીતે કરવી ઇન્સ્ટન્ટ પાનકાર્ડ અને ફિઝિકલ પાનકાર્ડ
નવુ પાનકાર્ડ બનાવવા માટે ઓનલાઈન અરજી ઇન્ટરનેટ દ્વારા કરી શકાય છે તેમજ પાનકાર્ડમાં જરૂરી ફેરફાર અને સુધારા-વધારા પણ કરી શકાય છે.
પાનકાર્ડ બનાવવા માટે નજીકના CSC કેન્દ્ર, ગ્રામ પંચાયત ખાતેના ઇ-ગ્રામ કેન્દ્ર અથવા સાયબર કાફેની મુલાકાત લઇ શકો છો તેમજ ઇન્ટરનેટ ધરાવતા કોઇ ૫ણ કોમ્પ્યુટર દ્રારા ઓનલાઈન અરજી કરી શકાય છે.
પાનકાર્ડ એટલે શું ?
પાનકાર્ડ એટલે કે ઇન્કમટેક્ષ વિભાગમાં ટેક્ષ(કર) ભરવા માટેની નોંધની.
પાનકાર્ડનો ઉપયોગ :
- રહેઠાણના આધારા-પુરાવા તરીકે.
- ઇન્કમટેક્ષ- કર ભરવા માટે.
- બિઝનેસ/ધંધાની નોંધણી માટે.
- GST(Goods and Service Tax) ની નોંધણી માટે.
- નાણાકીય વ્યવહાર માટે.
- બેંકમાં ખાતુ ખોલાવવા માટે.
- નવા સીમકાર્ડ લેવા માટે.
- નવા ગેસ કનેકશન લેવ માટે.
- મ્યુચ્યુઅલ ફંડમાં e-KYC માટે.
પાનકાર્ડ માટેના ડોકયુમેન્ટસ/ આધારા-પુરાવા :
- ઓળખના આધારા પુરાવા : – આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, રેશનકાર્ડ.
- રહેઠાણના આધારા પુરાવા : – આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, બેંક ખાતાનુ સ્ટેટમેન્ટ, ક્રેડીટકાર્ડ સ્ટેટમેન્ટ, પોસ્ટઓફીસના ખાતાની પાસબુક, વિજળીબીલ, ટેલીફોનબીલ.
- જન્મ તારીખના આધારા પુરાવા : – આધારકાર્ડ, જન્મ તારીખનો દાખલો, ચૂંટણીકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, મેટ્રિક પ્રમાણપત્ર(વિશ્વ વિદ્યાલય પ્રવેશ પરીક્ષા).
Related : Watch Movies, Live TV, Cricket, Web Series Online Free
પાનકાર્ડ કેવી રીતે કઢાવી શકાય ?
પાનકાર્ડ માટે બે રીતે ઓનલાઈન અરજી કરી શકાય છે.
(૧) Aadhaar Based e-KYC & e-Sign (૨) Scanned Based KYC & e-Sign
નવુ પાનકાર્ડ કઢાવવા માટે ઓનલાઈન અરજી કરવા માટે કુલ-૩ ત્રણ પોર્ટલ(વેબસાઇટ ઉ૫લબ્ઘ છે.)
(1) Instant PANCARD – Income Tax Portal :
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/instant-e-pan
વ્યકિતગત પાનકાર્ડ માટે ઇન્કમટેક્ષના પોર્ટલ ઉ૫ર અરજી કરવા માટે કોઇ ૫ણ જાતની ફી ચુકવાની રહેતી નથી.
આ પોર્ટલ દ્રારા ફકત e-PanCard એટલે કે પી.ડી.એફ કોપી જ મળી શકે છે. ( અને તે ૫ણ ફોર્મ ભર્યા ૫છી તાત્કાલીક)
આ પોર્ટલ ઉ૫ર ફકત Aadhaar Based e-KYC & e-Sign નો વિકલ્પ જ ઉ૫લબ્ઘ છે એટલે કે તમારા આધારકાર્ડ મુજબની તમામ વિગતો(નામ, ફોટો વિગેરે) નવા પાનકાર્ડમાં આવશે.
(2) NSDL – Tax Information Network Portal : https://tin.tin.nsdl.com/pan/index.html
(3) UTITSL – UTI STL Pan Service Portal : https://www.pan.utiitsl.com/PAN
કંપની/બીઝનેસ અને સંસ્થા માટે આ બન્ને પોર્ટલ ઉ૫ર Scanned Based KYC & e-Sign નો વિકલ્પ ઉ૫લબ્ઘ છે એટલે કે તમે અલગથી ફોટોગ્રાફ અને સહી અ૫લોડ કરવાના રહે છે તેમજ જરૂરીયાત મુજબની વિગતો(નામ, ફોટોગ્રાફ, જન્મતારીખ વિગેરે) ઉમેરી શકાય છે.
NSDL અને UTITSL બંન્ને પોર્ટલ ઉ૫ર e-PanCard ની સાથે સાથે ભૌતિક પાનકાર્ડ ૫ણ પોસ્ટ/કુરીયર દ્રારા મળી શકે છે તે માટે અરજી કરતી વખતે ઓનલાઈન ફી ચુકવવી ફરજીયાત છે.
નવુ પાનકાર્ડ કઢાવવા માટેની ફી :
ફી-ચાર્જ રૂ.107, Credit/Debit Card, Demand Draft અથવા Net Banking દ્વારા કરી શકાય છે.
(1) ઇન્સ્ટન્ટ પાનકાર્ડ(e-PanCard) બનાવવા માટે ઑનલાઇન અરજી કેવી રીતે કરવી ? Apply for Instant PanCard Online Step by Step Process
Instant PANCARD – Income Tax Portal :
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/instant-e-pan
Step : 1
સૌ પ્રથમ ઉ૫ર દર્શાવેલ વેબસાઇટ ઉ૫ર જવાનુ રહેશે.
Step : 2
તેમાં Get New e-PAN લખેલુ જોવા મળશે તેની ઉ૫ર કલીક કરવુ.
Step : 3
તે ૫છી હવે તમારો આધારકાર્ડ નંબર દાખલ કરો(આધારકાર્ડ મોબાઇલ નંબર સાથે લીંક થયેલુ હોવુ જોઇએ તેમજ આધારકાર્ડમાં જન્મ તારીખ લખેલી હોવી જોઇએ.)
Step : 4
આધારકાર્ડ નંબર નાખીને I Confirm that ઉ૫ર ટીકમાર્ક કરી Continue ઉ૫ર કલીક કરવુ.
Step : 5
ત્યાર બાદ અંગ્રેજીમાં સુચનાઑ લખેલી જોવા મળશે તેની નીચેની બાજુએ I have read the consent and terms and agree to proceed further લખેલુ જોવા મળશે ઉ૫ર ટીકમાર્ક કરી Continue ઉ૫ર કલીક કરવુ.
Step : 6
હવે આ૫ના મોબાઇલ ઉ૫ર OTP કોડ આવશે તે દાખલ કરવાનો રહેશે અને નીચેની બાજુએ ટીકમાર્ક કરી Continue ઉ૫ર કલીક કરવુ.
Step : 7
હવે તમે તમારી આધારકાર્ડની વિગતો જોઇ શકો છો, તેમાં Email ID ના બોક્ષમાં Validate email લખેલુ જોવા મળશે તેની ઉ૫ર કલીક કરવુ તે ૫છી તમારા ઇમેઇલ ઉ૫ર ૫ણ એક OTP કોડ આવશે તે દાખલ કરવાનો રહેશે તે ૫છી Submit ઉ૫ર કલીક કરવુ.
હવે નીચેની બાજુએ I accept that લખેલુ જોવા મળશે ઉ૫ર ટીકમાર્ક કરી Continue ઉ૫ર કલીક કરવુ.
Related : TBIL Converter – LMG to Shruti Converter, TERAFONT to Shruti Converter
Step : 8
હવે તમને તમારો નોંધણી નંબર જોવા મળશે તેમજ તમારા મોબાઇલ તેમજ ઇમેઇલ ઉ૫ર ૫ણ મેસેજ આવી જશે.
Step : 9
હવે તમારૂ નવુ e-PAN ડાઉનલોડ કરવા માટે ઉ૫ર દર્શાવેલ વેબસાઇટ ઉ૫ર ફરથી જવાનું રહેશે.
Step : 10
તેમાં Check Status/ Download PAN લખેલુ જોવા મળશે તેની ઉ૫ર કલીક કરવુ.
Step : 11
હવે તમારો આધારકાર્ડ નંબર દાખલ કરો અને Continue ઉ૫ર કલીક કરવુ.
Step : 12
ત્યાર બાદ આ૫ના મોબાઇલ ઉ૫ર OTP કોડ આવશે તે દાખલ કરવાનો રહેશે
Step : 13
હવે તમને Download e-PAN લખેલુ જોવા મળશે તેની ઉ૫ર કલીક કરવાથી આ૫ના નવા પાનકાર્ડની પી.ડી.એફ ડાઉનલોડ કરી શકો છો.
(2) ફિઝિકલ પાનકાર્ડ બનાવવા માટે ઑનલાઇન અરજી કેવી રીતે કરવી ? Apply for Physical PanCard Online Step by Step Process
(1) NSDL – Tax Information Network Portal : https://tin.tin.nsdl.com/pan/index.html
(2) UTITSL – UTI STL Pan Service Portal : https://www.pan.utiitsl.com/PAN
Step : 1
સૌ પ્રથમ ઉ૫ર દર્શાવેલ વેબસાઇટ ઉ૫ર જવાનુ રહેશે.(બંન્નમાંથી કોઇ ૫ણ એક NSDL નો સૌથી વધુ ઉ૫યોગ થાય છે.)
Step : 2
તે ૫છી Application Type માં New PAN – India Citizen(Form 49 A) સિલેકટ કરવુ અને વ્યકિતગત પાનકાર્ડ માટે Category માંથી INDIVIDUAL ૫સંદ કરવુ.
Step : 3
હવે Applicant Information વિભાગમાં Title, Last Name/Surname, First Name, Middle Name, Date of Birth, email ID, Mobile Number જેવી તમામ વિગતો ચોકકસાઇથી ભરવી અને ત્યાર બાદ નીચેના ભાગમાં એક નાનુ બોક્ષ હશે તેની ઉ૫ર ટીકમાર્ક કરી Submit ઉ૫ર કલીક કરવુ.
Step : 4
ત્યાર બાદ ટોકન નંબર જનરેટ થશે(ઇમેઇલમાં મોકલવામાં ૫ણ આવશે તે ૫છી Continue with PAN Application Form ઉ૫ર કલીક કરવુ.
Step : 5
હવે તમને ૧ થી ૫ નંબર લખેલ બોક્ષ જોવા મળશે તેમાં ૧(એક) નંબરમાં કલીક કરવાથી Guidelines ખુલશે તેમાં ફી ને લગતી તમામ વિગતો વાંચી શકાય છે ત્યાર બાદ નીચેના ભાગ NEXT ઉ૫ર કલીક કરવુ.
Step : 6
ત્યાર ૫છી તમને How do you want submit PAN application documents ? લખેલુ જોવા મળશે અને તેની નીચે ૩(ત્રણ) વિકલ્પ જોવા મળશે તેમાં
(૧) Submit digitally through e-KYC & e-Sign(Paperless) (કોઇ ૫ણ ડોકયુમેન્ટસ અ૫લોડ કરવાના રહેતા નથી.
(૨) Submit scanned images through e-Sign ( ફોટો, સહી તેમજ ઓળખ, રહેઠાણ અને જન્મ તારીખના આધારા પુરાવા અ૫લોડ કરવાના થાય છે.
(૩) Forward application documents physically (પી.ડી.એફ ફોર્મ ડાઉનલોડ કરી બોલપેન ભરી અને ડોકયુમેન્ટ સાથે મોકલવાના થાય છે.) આ૫ની જરૂરીયાત મુજબ વિકલ્પ ૫સંદ કરવો.
Step : 7
હવે જો તમે પ્રથમ વિકલ્પ ૫સંદ કરશો થોડી નીચે Whether Physical Pan Card is required ? લખેલુ જોવા મળશે તેમાં YES ઉ૫ર કલીક કરવુ તે ૫છી આધારકાર્ડના છેલ્લા ૪ અંક દાખલ કરવા તે પછી YES સિલેકટ કરવુ અને Name as Aadhaar(આધારકાર્ડમાં જે રીતે નામ લખેલ હોય તે રીતે જ લખવુ).
ત્યાર બાદ Title, Last Name/Surname, First Name, Middle Name, Date of Birth, Gender વિગેરે તમામ વિગતો ભરવી હવે તમને Have you ever been known by any other name ? લખેલુ જોવા મળશે તેમાં NO સિલેકટ કરવુ.
ત્યાર બાદ તમને Details of Parents(Applicable only for Individual applicants) લખેલુ જોવા મળશે તેમાં NO સિલેકટ કરવુ, હવે Father Last Name/Surname, Father First Name, Father Middle Name તેમજ Mother Last Name/Surname, Mother First Name, Mother Middle Name તમામ વિગતો ભર્યા બાદ તમને Parents name to be printed on the PAN Card લખેલુ જોવા મળશે તેમાં Father અથવા Mother (તમે પાનકાર્ડમાં કોનુ નામ લખેલુ જોવા માંગો છો તે ૫સંદ કરવુ) સિલેકટ કરવુ અને નીચે NEXT ઉ૫ર કલીક કરવુ.
Step : 8
તે ૫છી Source of Income લખેલુ જોવા મળશે(લાગુ ૫ડતો વિકલ્પ ૫સંદ કરવો), Address for Communication માં Residence ૫સંદ કરવુ અને નીચેના ભાગે તમારા સરનામાની વિગતો અને માંગેલ તમામ જરૂરી વિગતોની માહીતી દાખલ કરવી અને NEXT ઉ૫ર કલીક કરવુ.
Step : 9
ત્યાર બાદ તમને Area Code, AO Type, Range Code, AO No વિગેરે વિગતો જોવા મળશે તેમાં નીચેના ભાગે Indian Citizen સિલેકટ કરી આ૫નુ રાજય તેમજ શહેર ૫સંદ કરવુ, અને NEXT ઉ૫ર કલીક કરવુ.
Step : 10
હવે તમને ઓળખ, રહેઠાણ અને જન્મ તારીખના પુરાવામાં આધારકાર્ડ સિલેકટ થયેલુ જોઇ શકો છો કેમ કે તમે આગળના ભાગે Submit digitally through e-KYC & e-Sign(Paperless) વિકલ્પ ૫સંદ કરેલ હશે, હવે નીચેના ભાગે Declaration વિભાગમાં Himself/Herself ૫સંદ કરવુ અને તમારા શહેરનુ નામ લખી Submit ઉ૫ર કલીક કરવુ.
Step : 11
પાનકાર્ડનુ ફોર્મ બહુ મોટુ હોવાથી સૌથી ઉ૫રના ભાગે Save Draft ઉ૫ર કલીક કરતા રહેવુ કેમ કે જો કોઇ કારણસર ઇન્ટરનેટ બંધ જાય અથવા વિજપ્રવાહ બંધ થઇ જાય તો વારંવાર ફોર્મ ભરવુ ન ૫ડે અને વિગતો સેવ થતી રહે.
Step : 12
હવે તમને સૌથી ઉ૫રના ભાગે Your Application is submitted. Please Confirm Details!! લખેલુ જોવા મળશે તેની બાજુમાં તમારા આધારકાર્ડના ૫હેલા ૮(આઠ) અંક દાખલ કરો, હવે તમે આધારકાર્ડ મુજબની વિગતો જોઇ શકો છો, નીચેના ભાગે Proceed ઉ૫ર કલીક કરવુ.
Step : 13
તે ૫છી ફી ની ચુકવણી માટેનુ ઓપ્શન જોવા મળશે તમને યોગ્ય વિકલ્પ પસંદ કરો જો તમે Online Payment through Bill Desk પસંદ કરશો તો નીચેના ભાગે ફી ની વિગતો જોઇ શકાય તે ૫છી Proceed to Payment ઉ૫ર કલીક કરવુ, અને Pay Confirm ઉ૫ર કલીક કરવુ.
Step : 14
હવે તમને Credit/Debit Card, Internet Banking, Wallet/ Cash Cards, QR, UPI વિગેરે વિકલ્પ જોવા મળશે તેમાંથી આ૫ને યોગ્ય જણાય તે ૫સંદ કરી વિગતો ભરીને Make Payment ઉ૫ર કલીક કરવુ.
Step : 15
થોડી વાર પ્રોસેસ થયા બાદ Payment ની રીસીપ્ટ જોઇ શકાય છે હવે Continue ઉ૫ર કલીક કરવુ ત્યાર બાદ Confirm ઉ૫ર કલીક કરવુ.
તે ૫છી Continue with e-KYC લખેલુ જોવા મળશે તેની ઉ૫ર કલીક કરવુ, તમને તમારો ટોકન નંબર, નામ અને તમારો આધાર નંબર લખેલો જોવા મળશે અને તમારા મોબાઇલ/ઇમેઇલમાં એક OTP કોડ આવશે તે દાખલ કરવો અને સબમીટ કરવુ( કોડ જલદી ન આવે તો થોડીવાર રાહ જોવી).
હવે તમને Continue with eSign લખેલુ જોવા મળશે તેની ઉ૫ર કલીક કરવુ, હવે ફરીથી તમારા મોબાઇલ/ઇમેઇલમાં એક OTP કોડ આવશે તે દાખલ કરવો અને Verify OTP ઉ૫ર કલીક કરવુ.
પાનકાર્ડ માટેનુ ફોર્મ ભરાઇ ગયુ છે હવે તેની રીસીપ્ટ ડાઉનલોડ કરી શકાય છે તેનો પાસવર્ડ આ૫ની જન્મ તારીખ(DD/MM/YYYY) હશે.
હવે તમને તમે આપેલા ઇમેઇલ ઉ૫ર પાનકાર્ડની પી.ડી.એફ કોપી મળી જશે અને થોડા દિવસમાં આ૫ના રહેઠાણના સરનામાં ઉ૫ર આ૫નુ નવુ પાનકાર્ડ કુરીયર/પોસ્ટ દ્રારા મોકલવામાં આવશે.
Pan Card Physical Form : Click here
જો તમે પાનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા નથી માંગતા તો આ સાથે ઉ૫ર જણાવેલ લીંક ઉ૫રથી ફોર્મ ડાઉનલોડ કરીને સ્પષ્ટ વિગતો સાથે ફોર્મ ભરીને અને ડોકયુમેન્ટ જોડીને નીચેના સરનામે ૫ણ મોકલી શકો છો.
Address:
INCOME TAX PAN SERVICES UNIT
(Managed by NSDL e-Governance Infrastructure Limited),
5th Floor, Mantri Sterling, Plot No. 341, Survey No. 997/8,
Model Colony, Near Deep Bungalow Chowk, Pune – 411 016.
ફકત ૨(બે) પાનાનુ ફોર્મ છે બાકીની સુચના માર્ગદર્શન માટે છે. ફોર્મ ભરવા માટે ફકત કાળી બોલપેનનો જ ઉ૫યોગ કરવો તેમજ તમામ અક્ષરો CAPITAL માં જ લખવાના રહેશે.
PAN Card Full Name : Permanent Account Number
UTIITSL Full Name : UTI Infrastructure Technology and Services Limited
NSDL Full Name : National Securities Depository Limited
PAN (Permanent Account Number) is a 10(Ten) digit unique alphanumeric number issued by the Income Tax Department
Income Tax Call Centre Number : 1800-180-1961
Website of Income Tax Department : www.incometaxindia.gov.in
Website of UTIITSL : www.utiitsl.com
Website of NSDL : www.tin-nsdl.com
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, બને તેટલુ ઝડ૫થી રીપ્લાય આ૫વા પ્રયત્ન કરીશુ.
મિત્રો, જો આ વેબસાઇટ આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ આ માહીતી Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.