How to Submit S.I.R Form, Special Intensive Revision Form, Enumeration Form online એસ.આઈ.આર ફોર્મ, સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન ફોર્મ, S.I.R ગણતરી ફોર્મ ઓનલાઈન કેવી રીતે સબમિટ કરવું તેની માહિતી

How to Submit S.I.R Form
S.I.R – સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શું છે?
મતદાર યાદીને અદ્યતન કરવા માટે અને મતદાતાની તમામ માહિતી ક્ષતિરહિત બનાવવા માટેનો સરકારી કાર્યક્રમ છે જે માટે સરકારશ્રી તરફથી BLO એટલે કે બુથ લેવલ ઓફિસર ઘરે-ઘરે આવીને આ ફોર્મ ભરશે. SIR – સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા ધ્વારા ડુપ્લિકેટ નામો અને ભૂલો શોધી શકાશે.
એસ.આઈ.આર-સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન ફોર્મ ઓનલાઈન કેવી રીતે સબમિટ કરવું ? તેની સ્ટેપ બાય સ્ટેપ સચોટ માહિતી
Step:1
એસ.આઈ.આર ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ https://voters.eci.gov.in જવાનું રહેશે, અથવા તો Google માં જઈને SIR Form એવું સર્ચ કરશો તો પણ આ વેબસાઈટ આવી જશે.

Step:2
ત્યાં લીલા કલરમાં Fill Enumeration Form એવું લખેલું જોવામળશે તેની ઉપર ક્લિક કરવું.
Step:3
ક્લિક કરવાથી Login નો ઓપ્શન જોવા મળશે, તેમાં મોબાઇલ નંબર અથવા EPIC(ચુંટણીકાર્ડ-મતદાન ઓળખપત્ર નંબર) નાખી લોગીન કરી શકાશે.
જો આ પહેલા Sign-up ન કર્યું હોય તો તેની ઉપર ક્લિક કરવું અને ત્યાં મોબાઇલ નંબર, ઈ-મેઈલ વિગેરે વિગતો નાખી રજીસ્ટ્રેશન કરી લેવું પછી લોગીન થશે.

Step:4
લોગીન થયા બાદ આપનું રાજ્ય પસંદ કરવું Gujarat અને તેની સામે તમારો ચુંટણીકાર્ડ-મતદાન ઓળખપત્ર નંબર દાખલ કરવો.

Step:5
હવે આપ આપની તમામ વિગતો જોઈ શકો છો. જેમ કે નામ, EPIC નંબર, Serial નંબર, Part No.& Name વિગેરે ત્યાં આપના વિસ્તારના બી.એલ.ઓ નું નામ અને તેમના સંપર્ક નંબરની વિગતો જોઈ શકો છો. તે પછી આપનો મોબાઇલ નંબર નાખી Send OTP ઉપર ક્લિક કરવાથી આપના ફોનમાં કોડ આવશે તે દાખલ કરવો.

ત્યાર બાદ ૩ ઓપ્શન જોવા મળશે.
Select one category
- My name exists in Electoral Roll of last SIR (You cannot mark as self.) – મારું નામ છેલ્લા SIR ની મતદાર યાદીમાં છે (તમે પોતાને તરીકે ચિહ્નિત કરી શકતા નથી.)
- My parents name (Father, Mother, Grandfather, Grandmother) exists in the electoral roll of last SIR – મારા માતાપિતાનું નામ (પિતા, માતા, દાદા, દાદી) છેલ્લા SIR ની મતદાર યાદીમાં છે
- Neither my name nor my parents name exists in the electoral roll of last SIR- મારું નામ કે મારા માતાપિતાનું નામ છેલ્લા SIR ની મતદાર યાદીમાં નથી.
જો આપના પરિવારના કોઈ પણ સભ્યનું નામ ૨૦૦૨ ની મતદારયાદીમાં હોય તો બીજા નંબરનો વિકલ્પ પસંદ કરો અને ન હોય તો ત્રીજા નંબરનો વિકલ્પ પસંદ કરો.

જો આપના પરિવારના કોઈ પણ સભ્યનું નામ ૨૦૦૨ ની મતદારયાદી હશે તો નીચે મુજબની વિગતો પસંદ કરવાની રહેશે જેમ કે રાજ્યનું નામ, મતદાન વિભાગનું નામ, મતદાન મથકનું નામ, ભાગ નંબર, અને કુટુંબના સભ્ય સાથેનો સબંધ વિગેરે પછી Search ઉપર ક્લિક કરવું.
હવે આપ આપના પરિવારના સભ્યની વિગતો જોઈ શકો છો, તે પછી My relative’s name exist in Electoral Roll of Gujarat in 2002 as per the abocve details તેની સામે ટીકમાર્ક કરવું. તે પછી Continue ઉપર કિલીક કરી દેવું.

Step:6
ત્યાર બાદ વિગતો ખુલશે તેમાં,
આપની જન્મ તારીખ, આધાર નંબર, પિતાનું નામ, પિતાનો ચુંટણીકાર્ડ-મતદાન ઓળખપત્ર નંબર, માતાનું નામ, માતાનો ચુંટણીકાર્ડ-મતદાન ઓળખપત્ર નંબર, જીવનસાથીનું નામ, જીવનસાથીનો ચુંટણીકાર્ડ-મતદાન ઓળખપત્ર નંબર, સ્થળ, આપનો ફોટોગ્રાફ્સ વિગેરે ઉમેરવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે.
કોઈ પણ વ્યક્તિ પોતાનું કે પરિવારનું નામ 2002 ની યાદીમાં શોધી શકે તે માટે નીચેની link પરથી 2002 ની યાદીમાં તમારું નામ સરળતાથી શોધી શકો છો.

F.A.Q – Frequently Asked Questions વારંવાર પૂછાતા પ્રશ્નો:
- એસ.આઈ.આર નું પૂરું નામ ફૂલફોર્મ શું છે ? What is the full name of SIR?
જવાબ: એસ.આઈ.આર નું પૂરું નામ ફૂલફોર્મ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે. The full name Fullform of SIR is Special Intensive Revision.
- એસ.આઈ.આર ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોકયુમેન્ટની જરૂર પડશે ? What documents will be required to fill the SIR form?
જવાબ: એસ.આઈ.આર ફોર્મ ભરવા માટે ૧. મતદાતાનું આધારકાર્ડ ૨. જન્મ તારીખનો પુરાવો ૩. મોબાઇલ નંબર ૪. પિતા/વાલીનું ઓળખપત્ર નંબર(ચૂંટણીકાર્ડ નંબર) ૫. માતાનું ઓળખપત્ર નંબર(ચૂંટણીકાર્ડ નંબર) ૬. જીવનસાથીનું ઓળખપત્ર નંબર(ચૂંટણીકાર્ડ નંબર) ૭. ૨૦૦૨ ના વર્ષની મતદારયાદીમાં સમાવેશ થયેલ હોય તેવા કુટુંબના કોઈપણ એક સભ્યની વિગત જેવી કે ભાગ નંબર, ક્રમ નંબર, મતદાન મથક નંબર વિગેરે. To fill SIR form 1. Voter’s Aadhar Card 2. Proof of date of birth 3. Mobile number 4. Identity card number of father/wife (Chhuntni card number) 5. Mother’s identity card number (Chhuntni card number) 6. Spouse’s identity card number (Chhuntni card number) 7. Details such as details of any one member of the family included in the electoral register for the year 2002 Number, serial number, polling station number etc.
- એસ.આઈ.આર ફોર્મ કુટુંબના તમામ સભ્યો ફરજીયાત ભરવાનું થાય છે ? Is SIR form mandatory to be filled by all the members of the family?
જવાબ: ફક્ત ૧૮ વર્ષની ઉંમરના મતદાતા હોય તેમને જ એસ.આઈ.આર ફોર્મ ભરવાનું થાય છે. Only voters who are 18 years of age have to fill the SIR form.
- એસ.આઈ.આર ફોર્મ ઓનલાઈન ભરવાનું થાય છે કે ઓફલાઈન છે ? Is the SIR form to be filled online or offline?
જવાબ: એસ.આઈ.આર ફોર્મ BLO – બુથ લેવલ ઓફિસર ઘરે આવીને ભરશે એટલે કે ઓફલાઈન અને જો મતદાતા ઓનલાઈન ભરવા માંગે તો ઓનલાઇન ફોર્મ ભરવાની પણ સુવિધા છે. SIR Form BLO – Booth Level Officer will fill it at home i.e. offline and if the voter wants to fill it online So there is also a facility to fill the form online.
- એસ.આઈ.આર ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ઓફિસીયલ વેબસાઈટ કઈ છે ? What is the official website to fill SIR online form?
જવાબ: એસ.આઈ.આર ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ઓફિસીયલ વેબસાઈટ https://voters.eci.gov.in છે. The official website to fill SIR online form is https://voters.eci.gov.in
How to Submit S.I.R Form, Special Intensive Revision Form, Enumeration Form online આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો મિત્રો, સગા-સબંધિઓને અવશ્ય શેર કરશો .
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.
